ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઘેડ વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણીમાં માછલીઓના ઝૂંડ દેખાતા કુતૂહલ સર્જાયું - Heavy losses to farmers due to heavy rains

By

Published : Sep 5, 2020, 10:33 PM IST

પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં આવેલા ખેતરોમાં ભાદર નદી તથા મિનસાર નદીના પાણી ફરી વળ્યા હતા. અને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે તો છેલ્લા પંદર દિવસથી પણ વધુ સમયથી ખેતરોમાં પાણી ભરાયેલું હોવાના કારણે ભોડદર ગામ પાસે એક ખેતરમાં માછલાઓના ઝુંડ જોવા મળ્યા હતા. જેથી ખેડૂતોમાં કુતૂહલ સર્જાયું હતું. અને ખેતરમાં માછલાઓના ઝુંડ પ્રથમ વાર દેખાવાના કારણે વાવેતર કરાયેલા પાકમાં મોટા પાયે નુકસાની વેઠવી પડી હોવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અને મગફળીના પાકમાં પણ ફૂગ જોવા મળી હતી. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્રારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details