ગાંધીનગરમાં સૂર્યગ્રહણ જોઈને વિદ્યાર્થીઓ ખુશ, અન્ય સ્પર્ધાઓનું કરાયું આયોજન - ગુજકોસ્ટ
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં વર્ષ 2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ગુરૂવારેના સવારે 8થી લઈને 11 દરમિયાન જોવા મળ્યું હતું. ગ્રહણને લઈને અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ પણ લોકોમાં રહેલી છે. ત્યારે આ બાબતે જાગૃતિ આવે તે માટે ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકોએ સૂર્યગ્રહણ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા મોટી સંખ્યામા શહેરની શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ સૂર્યગ્રહણ જોવાનો લાભ લીધો હતો. તે ઉપરાંત સૂર્ય ગ્રહણની સાથે-સાથે ગુજકોસ્ટ દ્વારા બાળકો ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે તેને લગતી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
Last Updated : Dec 26, 2019, 6:09 PM IST