અમરેલીમાં કોરોનાનો પ્રથમ કેસ આવતાની સાથેજ તંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરે આપી માહિતી - વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ
અમરેલીઃ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવતાની સાથે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. મુસાફરી કરનારા તમામ 27 લોકોને કોરોન્ટેન કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી એક પણ કોરોનાનો કેસ ન હતો. પરંતુ સુરતથી આવેલ વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે "વૃદ્ધાને તેમના ગામમાં ન જવા દેવાના કારણે જિલ્લામાં હજુ સુધી એક પણ કંટેન્મેંટ ઝોન નથી, ધંધા રોજગાર બંધ કરવામાં નહીં આવે, મુસાફરી કરનાર તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.