ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ચોવીસ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપવામાં આવી - modasa Gayatri Maha Yagna
અરવલ્લી : જિલ્લાના મોડાસામાં આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ આપતા અનેક સાધકોએ નવ સંકલ્પ ગ્રહણ કર્યા હતા. આ વાર્ષિક ઉત્સવમાં ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ આપતા મોડાસા શહેર તેમજ આસપાસના ત્રીસ જેટલા ગામોમાંથી જોડાયેલા અનેક સાધકોએ આ ચેતના કેન્દ્રની દિવ્ય ઉર્જા સાથે જનહિતની ભાવના સાથે અનેક પ્રવૃત્તિઓ ચલાવવા સંકલ્પિત બન્યા હતા. આ દિપયજ્ઞ આયોજનોના માધ્યમથી માનવ માત્રને માટે સન્માર્ગે ચાલવા પ્રેરણા આપતા લોકશિક્ષણ કાર્યક્રમો, યુવા જાગૃતિ, મહિલા જાગૃતિ જેવા અનેક કાર્યક્રમોના આયોજન આ ચેતના કેન્દ્રના માધ્યમથી ચલાવવામાં આવતા રહ્યા છે.