Repeal Farm Law: વડાપ્રધાને કૃષિ કાયદા પરત ખેંચતા પાટણમાં કોંગ્રેસે ફટાકડા ફોડયા
કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ ત્રણ નવા કૃષિ કાયદાઓ અમલી કર્યા હતા. જેને લઇ સમગ્ર દેશમાં ખેડૂતો અને વિવિધ રાજકીય સંગઠનોએ વિરોધ (farmer protest ) કર્યો હતો. છેલ્લા એક વર્ષથી આ કાયદાઓ પરત ખેંચવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના ખેડૂતોએ આંદોલન કર્યું હતું, ત્યારે શુક્રવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતા આ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની (PM withdraws agricultural laws) જાહેરાત કરી હતી. આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરાશે જેને લઇને ખેડૂત આલમમાં ખુશીની લહેર ઊઠી છે, ત્યારે સમગ્ર દેશમાં આ બાબતે કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જે અંતર્ગત પાટણના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વરસાદી માહોલમાં પણ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.