સુરત: એપાર્ટમેન્ટમાં આગ લાગતા જીવના જોખમે રહીશોએ ખુદને બચાવ્યા, જૂઓ દ્રશ્યો... - સુરત ડેઈલી ન્યૂઝ
સુરત: સંગ્રામપુરા વિસ્તારનાં એક એપાર્ટમેન્ટમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગતા એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળની બારીમાંથી બહાર નીકળીને બાજુના એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા લશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.