માંડવીમાં મારુતિ વાનમાં આગ, 6 લોકોનો ચમત્કારી બચાવ - માંડવીમાં આગની ઘટના
સુરતઃ કિમ માંડવી રોડ ઉપર માંડવી તાલુકાના અમલસાડી-ગોળસંબા ગામ નજીક એક આગની દુર્ઘટના બનવા પામી હતી. એક મારુતિ વાન માંડવી તરફ જઈ રહી હતી, ત્યારે વાનમાં અચાનક આગ લાગી હતી. જોકે વાનમાં સવાર કુલ છ વ્યક્તિઓ સહી સલામત બહાર નીકળી ગયા હતા અને ત્વરિત માંડવી ફાયર ને જાણ કરતા ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. કોઈ જાન હાનિ થઈ નથી. મુખ્ય માર્ગ પર ઘટના બનતા સ્થાનિકોએ દોડી આવી થોડી વાર વાહન વ્યવહાર પણ અટકાવી દીધો હતો. માંગરોળ તાલુકાના રતોલા ગામથી રમેશભાઈ ગામીત છ વ્યક્તિઓ સાથે માંડવી તરફ આવી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી.