ગુજરાત

gujarat

ETV Bharat / videos

યુએઈના શારજાહ બંદરે લાંગરેલા સલાયા બંદરના વહાણમાં લાગી આગ, ખલાસીઓનો આબાદ બચાવ

By

Published : Sep 4, 2019, 7:37 PM IST

કચ્છ: યુએઈના શારજાહ બંદરે લાંગરેલા કચ્છના માંડવીના સલાયાની માલીકીના વહાણમાં એકાએક આગ લાગી હતી. આગનો આ બનાવ વહેલી સવારે ૪ વાગ્યે બન્યો હતો. મળતી માહિતી મુજબ, અલમજીદ નામના આ વહાણમાં માલનું લોડિંગ કરાઈ રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. આગને પગલે વહાણમાં રહેલો બધો જ સામાન સળગી ગયો હતો. જો કે, આગના બનાવ વચ્ચે વહાણના તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આકસ્મિક લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી. આગના આ સમાચારને પગલે કચ્છના વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વહાણવટીઓ તેમજ ખલાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details