નડિયાદ નજીક નેશનલ હાઇવે પર લક્ઝુરિયસ કારમાં આગ લાગી, 3 વ્યક્તિનો આબાદ બચાવ - nadiad news
ખેડા : નડિયાદ પાસે વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર જઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કાર બળીને ખાક થઇ ગઈ હતી. જ્યારે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ગુતાલ બ્રિજ પર કોઈ કારણસર કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિ સમયસર બહાર નીકળી જતા ત્રણેનો આબાદ બચાવ થયો હતો. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, જેમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગમાં કાર બળીને ખાક થઇ જવા પામી હતી.