રાજકોટના ઉપલેટા અને પીઠડીયા ટોલ પ્લાઝા નજીક કાર સળગી - rajkot
રાજકોટઃ ઉપલેટામાં રેલવે પુલ પાસે મારૂતીવાનમાં અચનાક આગ લાગી હતી. કારમાં આગ લાગવાનો બીજો કિસ્સો પીઠડીયા ટોલ પ્લાઝા પાસે બન્યો હતો. ઉપલેટા દ્વારકાધીશ સોસાયટી રેલવે પુલ નીચે શોર્ટ સર્કિટને કારણે અચાનક મારૂતીવાનમાં આગ લાગી હતી. સદ્દનસીબે કાર ચાલકને ખબર પડતાં કારમાં બેઠેલાં સભ્યો બહાર કાઢી લેવાયા હતા. તેમજ નગરપાલિકા ફાયર ફાઈટર ને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. ભાયાવદરથી ઉપલેટા તરફ આવતા બનાવ બન્યો હતો. બીજીતરફ જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગવાને કારણે અફડાતફડી મચી જવા પામી હતી. ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.