નગર હવેલીમાં સાયલીની એક કંપનીમાં ભીષણ આગ, જુઓ દ્રશ્યો - Heavy fire in company
દાદરા નગર હવેલીઃ સાયલી ગામની હેમિલ્ટન કંપનીમાં ભીષણ આગ લાગી હતી. રખોલી-સાયલી રોડ પર આવેલી હેમિલ્ટન કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. કંપનીમાં આગ લાગતા જ અંદર કામ કરતાં કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની વિકરાળતા જોતાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા સેલવાસ, ખાનવેલ, આલોક કંપની સહિત વાપી અને વલસાડથી પણ ફાયર ફાયટરના જવાનો તેમજ ખાનગી ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા.