દહેજ GIDCમાં આવેલા ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ
ભરૂચ: દહેજમાં આવેલા ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગત રવિવારે મોડી રાત્રીએ રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.