સુરતના પુના પાટિયા વિસ્તારમાં લાગી આગ - બેડશીટના ગોડાઉનમમાં લાગી આગ
સુરતઃ પુના પાટિયા વિસ્તારમાં રવિવારી બજાર પાસે ગાદલા, તકિયા અને બેડશીટના ગોડાઉન અને ટેન્ટમાં આગ લાગતા નસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આગની ઘટના સવારના પાંચ વાગ્યે બની હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 8થી વધુ ફાયરની ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જો કે, આગ ક્યાં કારણોસર લાગી તે અંગે કરણ અકબંદ છે.