જામનગરમાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ - જામનગરમાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ
જામનગર : દરબાર ગઢ પાસે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ ભારે વિકરાળ રૂપ ધારણ કરતા 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે, આગ કયા કારણસર લાગી તે હજુ બહાર આવ્યું નથી. તેમજ રહેણાંક મકાનમાં રાખેલ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.