વીરપુર જલારામમાં આવેલ ટ્રેક્ટર ગેરેજમાં લાગી આગ, 2 ટ્રેકટર બળીને ખાખ - Rajkot samachar
રાજકોટઃ જિલ્લાના વીરપુર (જલારામ)માં ગોંડલ રોડ પર આવેલ અંકિત ટ્રેક્ટર નામના ગેરેજમાં સોર્ટ સર્કીટના કારણે ભીષણ આગ લાગતા ગેરેજ અંદર પડેલ 2 ટ્રેકટર બળીને ખાખ થઇ ગયા હતા. ગોંડલ અને જેતપુરના ફાઈટરોને પહોંચવામાં વાર લાગતા સ્થાનિકોએ પાણીના ટેન્કરો મંગાવીને આગ કાબુ મેળવ્યો હતો.