રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વોર્ડ બળીને ખાખ, જૂઓ વીડિયો - cm rupani
રાજકોટઃ મવડી વિસ્તારમાં આવેલા આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલના બીજા માળે ICU વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ICU વોર્ડમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાંથી આગ લાગવાની ઘટનામાં 6 દર્દીઓના મોત થયા છે. ICU વોર્ડની ETV ભારત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જે સંપૂર્ણ બળીને ખાખ થયો છે. FSLની ટીમ આવીને તપાસ કરશે ત્યાર બાદ જ આગ લાગવાનું કારણ સામે આવશે. હાલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.