ગોંડલની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, સદ્દનસીબે કોઇ જાનહાની નહીં - હોસ્પિટલમાં આગ ન્યૂઝ
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરના પેલેસ રોડ પર ડો. ગૌતમ પિત્રોડાની ઓમ હોસ્પિટલના સ્ટાફરૂમમાં અચાનક આગ લાગતા નગરપાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાફરૂમમાં પાણીની ડોલમાં હિટર મૂકવામાં આવ્યું હોય જે બંધ કરવાનું રહી જતા પ્લાસ્ટિકની ડોલ ઓગળી હતી અને બાદમાં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક લાગેલી આગમાં સ્ટાફ રૂમનું ફર્નિચર બળીને ખાખ થયું હતું. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.