રાજકોટ જામવાડી GIDC માં ઓઇલ મિલમાં આગ લાગી - ગોંડલ પાલિકાના ફાયર ફાઈટર
રાજકોટ : જામવાડી GIDCમાં ભીખાભાઇ રામાણી તેમજ રાજુભાઈ રામાણીની દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ગોંડલ પાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગના આ બનાવમાં ઈન્ડસ્ટ્રીઝમાં સીંગદાણા ભરવાનો મેડો તેમજ ત્રણ એક્સ પિલર આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત 40 ટન જેવા સીંગદાણા પણ બળી ગયા હતા. આ આગને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.