નડીયાદ નજીક એલીશા સ્નેક્સ કંપનીમાં આગ, કોઈ જાનહાનિ નહીં - નડિયાદ ન્યૂઝ
નડિયાદઃ કણજરી પાસે આણંદ રોડ પર એલીશા સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાના કારણ અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર ઓઈલ ટેમ્પરેચર વધી જવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.