રાજકોટમાં બેંક ATMમા લાગી આગ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં આવી - gujarat fire
રાજકોટ: રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ગૃરુપ્રસાદ ચોક પાસે રાત્રીના સમયે બેંક ATMમા અચાનક અગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. સમયસર ફાયરવિભાગ તંત્ર આવી પહોંચતા આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઇ નહોતી. પરંતુ આ આગમાં ATM સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. તેમજ ATMની આસપાસની દુકાનો પણ આ ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં ઘણું નુકશાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ એટીએમ IDBI બેંકનું હતું.