દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઇ જાણો શું છે ખાસ કાર્યકમ... - Priest of Dwarkadhish temple
દેવભૂમિ દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી. આજે દ્વારકાધીશ મંદિરને સુંદર લાઇટોથી શણગારવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ કાળિયા ઠાકોરના જન્મ દિવસને વધાવવા માટે આનંદ ઉલ્લાસથી નાચી રહ્યા છે. દ્વારકાધીશના મુખ્ય મંદિરના ગેટ પાસે ઢોલ નગારાથી ઢોલી પણ જન્મદિવસની ઉજવણીના ઢોલ વગાડી રહ્યો છે. ત્યારે દૂર-દૂરથી લોકો પોતાના મોબાઈલ અને ટીવી ઉપર ઓનલાઇન ભગવાનના દર્શન કરી રહ્યા છે, તેમજ પ્રાર્થના કરી રહ્યા છે કે, આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વમાં આ કોરોના વાઇરસની બીમારી દૂર થાય. આજના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા દ્વારકાધીશ મંદિરના પૂજારી શ્રી મુરલી પૂજારીએ ETV BHARAT સાથે ખાસ મુલાકાતમાં જણાવી છે.