ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ - ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી
ભરૂચ: રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવવાનું આજે સોમવારથી શરૂ થયું છે. જે અંતર્ગત ભરૂચ મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતેથી આજે સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે. 13 ફેબ્રુઆરીના દિવસે બપોરે 3 કલાક સુધીમાં કોવિડ-19ની ગાઈડલાઇન પ્રમાણે ઉમેદવાર સાથે 3 વ્યક્તિ ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ જમા કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં 3 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.