પાટણની રાણકી વાવમાં બે માળ સુધી ભરાયા પાણી - સહસ્ત્રલિંગ સરોવર
પાટણઃ શહેર પંથકમા છેલ્લાં 4 દીવસથી અનરાધાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.આસો મહિનામા અષાઢિ માહોલ સર્જાયો છે.જેને લઇ જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે પાટણ જીલ્લામાં ફરી એકવાર ચોમાસુ સક્રિય બન્યુ છે. ત્રણ દિવસથી પડી રહેલ અનરાધાર વરસાદ ને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાય જવાને કારણે બંદ થતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.અવિરત વરસાદને કારણે પાટણની ઐતિહાસિક રાણીની વાવના બે માળ સુધી વરસાદી પાણી ભરાયા છે.તો સાથેજ વાવની નજીક આવેલ સહસ્ત્રલિંગ સરોવરમાં પણ પાણી ભરાતા નયનરમ્ય નજારો જોવા મળે છે.