કોરોના વાઈરસ સામે લડત: બાલાસિનોરના ધારાસભ્યે MLAની ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવ્યા - Ajit Singh Chauhan
મહીસાગરઃ બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણને જયપુરથી આવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. દેશ અને ગુજરાતમાં કોરોના વાઈરસની અસર ઝડપી ફેલાતા અજીતસિંહ ચૌહાણે બાલાસિનોર વિસ્તારના લોકો માટે બાલાસિનોરના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 10 લાખ ફાળવ્યા છે. આ ઉપરાંત એક મહિનાનો પગાર પણ આપવાની જાહેરાત કરી છે. અજીતસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકોને કોરોના વાઈરસથી બચવા વડાપ્રધાન દ્વારા 21દિવસના લોકડાઉનનું પાલન કરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે.