જૂનાગઢ એસ.ટી તંત્રએ સાતમ-આઠમ નિમિત્તે 2.91 કરોડની કમાણી કરી - જૂનાગઢ
જૂનાગઢઃ શહેરના એસ.ટી વિભાગને સાતમ આઠમના દિવસે સામાન્ય દિવસની સરખાણીએ સારી કમાણી થઈ હતી. 22થી 27 ઓગસ્ટના રોજ સોમનાથ, રાજકોટ, પોરબંદર અને અમરેલી તરફ 68 જેટલાં વધારાના રૂટ ફળવાયાં હતા. 5 દિવસ દરમિયાન જૂનાગઢ એસ.ટી વિભાગને 2.91 કરોડની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખાણીએ વધુ હોવાની વિભાગના અધિકારીઓ જણાવી રહ્યાં છે.