પવનની સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ - દેવભૂમિ દ્વારકા ન્યૂઝ
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતના દરિયાઇ પટ્ટી વિસ્તારમાં 45થી 50 કિ.મી.ની ઝડપમાં ભારે પવનની સાથે સાથે વરસાદ આવવાની શક્યતા છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ઓખા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ યાત્રિકો માટે બંધ કરવામાં આવી છે.