મેગાસ્ટાર નરેશ કનોડિયાની વિદાય: ફિરોઝ ઈરાનીએ પાઠવી શ્રદ્ધાંજલિ - Feroze Irani pays tribute to megastar Naresh Kanodia
અમદાવાદ: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને જેમણે સૌથી વધારે નરેશ કનોડિયા સામે ખલનાયકની ભૂમિકા ભજવી છે, તેવા ફિરોઝ ઈરાની દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ફિરોજ ઇરાનીએ આ વીડિયોમાં જણાવ્યું કે, નરેશની પ્રથમ ફિલ્મથી જ સાથે કામ કરતા હતા અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ જગતમાં બન્ને ભાઈના જવાથી ખૂબ જ મોટી ખોટ પડી છે, તેમને ક્યારેય વિસરાશે નહીં. મહેશ નરેશની જોડી અમર થઇ છે.