અરવલ્લીમાં જાયન્ટ્સ ગૃપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા - arvalli news
માલપુર : જિલ્લામાં કોરોનાની મહામારીમાં પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વિના કામ કરતા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું .જાયન્ટ્સ ગ્રુપ માલપુર અને જાયન્ટ્સ સહિયર દ્વારા રક્ષેશ્વર મહાદેવ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાયન્ટ્સ ગૃપ માલપુર અને જાયન્ટ્સ સહિયર દ્વારા કોરોના મહામારીમાં અવિરત કાર્ય કરનાર ડોક્ટર્સ, નર્સ, એમ્બ્યુલન્સ કર્મચારીઓ, સામાજિક કાર્યકરો તેમજ પત્રકારોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાના માલપુરમાં ખાતે રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ માં જાયન્ટસ માલપુર સંસ્થાના પ્રમુખ રમેશ સોનીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડે કોરોના મહામારીના સમયમાં ETV ભારતની કામગીરીને બીરદાવી હતી. આ પ્રસંગે જાયન્ટ્સ ઝોન એકના ડાયરેક્ટર વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ નરેન્દ્ર પટેલ, ઝોન પ્રમુખ નિલેશભાઇ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.