સેલવાસમાં પિતા બન્યો હેવાન, 4 વર્ષના પુત્રની કરી હત્યા - news of selvas
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નશામાં ધૂત રહેતા પિતાએ પોતાના 4 વર્ષના દીકરાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી છે. સેલવાસ પોલીસે હાલ આરોપી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ ગત રવિવારે સાંજના 7 વાગ્યે ખાનવેલ વિસ્તારના તલાવલીના પારસપાડા વિસ્તારમાંથી બાળકની હત્યા થઇ હોવાની વાત જાણવા મળી હતી. જેથી પોલીસે આ અંગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકના પિતા રાજેશ કડુએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.