મોરારી બાપુના સમર્થનમાં આહીર યુવાન મયુર સોલંકી દ્વારા આમરણાંત ઉપવાસ
રાજકોટઃ મોરારી બાપુએ પોતાના પ્રવચનોમા ક્રુષ્ણ ભગવાન વિષે ટીપ્પણી કરતાં આહીર સમાજના યુવાનોમાં આ વાતને લઈ ઘણી લાગણી દુભાઈ હતી, ત્યારે મોરારી બાપુ દ્વારકા જઈ અને માફી માગી દુઃખ વ્યક્ત કર્યુ હતું. મોરારી બાપુ સાથેના આહીર સમાજના વિવાદનો અંત લાવવા માટે એકઠા થયેલા આહીર સમાજના આગેવાનો સાથે ગેરવર્તણૂંક તેમજ મોરારી બાપુ ઉપર કરવામાં આવેલા હુમલાના પ્રયાસ અંગે પબુભા માણેકના વર્તનને લઈ ઉપલેટાના આહીર યુવાન મયુર સોલંકી દ્વારા આમરણાંત ઉપવાસ ચાલુ કરવામાં આવ્યા છએ. વધુમાં મયુર સોલંકી એ જણાવ્યું હતું કે, પબુભા માણેક આહીર સમાજ અને મોરારી બાપુની માફી માગે અથવા તો પબુભા માણેકની ધરપક્ડ કરવામાં આવે. જો પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવશે તો ત્યાં પણ આમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેવુ મયુર સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું.