હાર્દિક પટેલનું રાજકોટના પડધરીમાં ઉપવાસ આંદોલન - paddhari news
રાજકોટ : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલ કોંગી નેતા હાર્દિક પટેલ દ્વારા બુધવારે પડધરી ગામમાં 1 દિવસના ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પડેલ લીલા દુષ્કાળને કારણે મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં ધોવાયો છે. જેને લઈને વહેલી તકે આ ખેડૂતોને પાકવીમો આપવામાં આવે તેમજ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તે માટે હાર્દિક પટેલ દ્વારા એક દિવસનું ઉપવાસ આંદોલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે જ પડધરી ટંકારાના કોંગી ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલે રાજ્ય સરકાર સમક્ષ 7 દિવસમાં પાકવીમા અંગેની માંગ કરી હતી. પરંતુ સરકાર દ્વારા ખેડૂતો અંગે યોગ્ય નિર્ણય નહિ લેવાતા હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.