પોરબંદરમાં ફાસ્ટ ફુડના ધંધાર્થીઓએ રાત્રીના દસ વાગ્યા સુધીની સમય મર્યાદા વધારવા માગ કરી - news of porbandar
પોરબંદર: કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં પોરબંદરનું ફાસ્ટ ફુડ બંધ થયું હતું. જો કે, અનલોકમાં સરકારે જાહેરનામું બહાર પાડીને છૂટછાટો આપી છે. આમ છતાં ફાસ્ટ ફુડના વેપારીઓને નુકસાની સહન કરવી પડે છે. જેથી પોરબંદરના ફાસ્ટ ફુડના ધંધાર્થીઓએ યુથ કોંગ્રેસ સાથે રહી મંગળવારે અધિક જિલ્લા કલેક્ટરને રાત્રીના દસ વાગ્યા સુધી ધંધા-રોજગાર શરૂ રાખવા દેવાની માગ કરી હતી.