છોટાઉદેપુરઃ નસવાડીમાં GSFCના ડેપોમાં ખાતર આવ્યું હોવાની અફવા ફેલાતા ખેડૂતો ઉમટી પડ્યા - ખેડૂતોએ સુત્રોચાર કર્યા
છોટાઉદેપુરઃ જિલ્લાના નસવાડી ખાતે GSFCના ડેપો પર ખાતર આવી ગયું હોવાની અફવા ફેલાતા મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. પરંતુ ડેપો પર ખાતર નથી તેવી ખેડૂતોને જાણ થતાં ખડૂતો દ્વારા ખાતર આપો ખાતર આપોના સુત્રોચાર કર્યા હતા. આ ઘટનાની જાણ ડેપો મેનેજરને થતા તાત્કાલિક ડેપો પર પહોંચી ખેડૂતોને સમજાવ્યા હતા. આજે ખાતર આવ્યું નથી ઓર્ડર કરેલો છે. ખાતર આવી જાશે એટલે વિતરણ કરવામાં આવશે તેમ કહ્યું હતું.