મોરબીમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકશાન - મોરબી ન્યુઝ
મોરબીઃ જિલ્લામાં કુલ 3,૨૧,૦૦૦ હેક્ટરમાં મુખ્યત્વે કપાસ, મગફળી, એરંડા, અડદ અને તલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કપાસનું ૧,૮૪,૦૦૦ હેક્ટર, મગફળીનું ૪૧,૦૦૦ હેક્ટર તેમજ તલનું ૧૮ હજાર હેક્ટર અને એરંડાના પાકનું ૨૦ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદમાં થયેલ નુકશાનીનો પાક વીમો હજુ સુધી સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી, ત્યાં તો વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દિવાળીના તહેવાર પર જ ખેડૂતોનો મો માં આવેલો કોળીયો છીનવાયો છે. જે નુકસાનીના પગલે ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.