વર્ષો બાદ ભીમ અગીયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં જોવા મળી ખુશી - Start of sowing
ગીર સોમનાથઃ વર્ષો બાદ ભીમ અગીયારસ પહેલા સારો અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સોમવારે વર્ષો બાદ ભીમ અગીયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે. ખેડૂતોએ પરંપરા મુજબ બળદોને સાજ શણગાર સાજવ્યાં તેમજ કુવારીકા દીકરીના હસ્તે કુમ-કુમ તલીક અને ઘરતી માતાને શ્રીફળ વધાવીને વાવણીનો શુભારંભ કર્યો હતો.