વાઘોડિયા તાલુકાના ખેડૂતોએ યોજી રેલી, માથાભારે તત્વો વિરૂદ્ધ મામલતદારને આવેદનપત્ર - વિશાળ રેલી યોજવામાં આવી
વડોદરા: જિલ્લાના વાઘોડિયા ખાતે ખેડૂતહિત રક્ષક સમિતિ દ્વારા તાલુકાના ખેડૂતો એકત્ર કરીને રેલી યોજવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તાલુકામાં માથાભારે તત્વોના હુમલાને લઈને ખેડુતોએ વિરોદ્ધ નોંધાવ્યો હતો. આ વિરોદ્ધમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. થોડા દિવસ પૂર્વે એક સમાજના લોકો દ્વારા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચાડતા તકરાર થઇ હતી. જેના પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતો અને અન્ય લોકો વચ્ચે તકરારના કિસ્સા પ્રકાશમાં આવતા હતા. જેને લઈને આ મામલે યોગ્ય કાર્યવાહી અને ઉકેલ આવે તે માટે વિશાળ રેલી યોજવામાં આવી હતી.