પ્રાંતિજમાં કેનાલ તૂટતા તૈયાર પાકમાં પાણી ફરી વળ્યાં, ખેડૂતોને ભારે નુકસાન - crop failure issues of farmers in gujarat
સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજના ખેતરોમાં મજરા-ચંદ્રાલા સીમ પાસેથી પસાર થતી હાથમતી માઇનોર કેનાલની સફાઈ કરાયા વગર પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થઇ ગઇ હતી. આથી ખેતરોમાં તૈયાર થયેલા સાત વિઘા ટામેટાના પાકમાં પાણી ફરી વળ્યાં હતાં તેમજ બટાકાનું બિયારણ પણ પાણીમાં જતા તંત્રના પાપે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂતોએ વધુ પાણી ખેતરોમાં ન ઘુસે તે માટે જેસીબી મશીન બોલાવી કેનાલની સફાઈ જાતે જ હાથ ધરી હતી અને કેનાલમાં રહેલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તંત્ર દ્વારા મદદ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે જો કે વહીવટી તંત્ર ખેડૂતોની વ્હારે ક્યારે આવશે એ તો સમય જ બતાવશે.