દ્વારકામાં 2 દિવસથી વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી - વરસાદ ન્યૂઝ
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે એક તરફ નદી નાળા છલકાયા છે, તો બીજી તરફ ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. આ ઉપરાંત પાણીની સારી એવી આવક થતા ખેતરોમાં પાક પણ લીલાછમ જોવા મળી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં સારું એવું પાણી જોવા મળી રહ્યું છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.