હરાજીમાં સારો ભાવ મળતા, ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસીનતા
મોડાસાઃ દિવાળી બાદ અરવલ્લીના મોડાસાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે. જો કે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને ટેકા કરતા વધારે ભાવ મળી રહ્યા છે. જેનાથી ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો ઉદાસીનતા દાખવી રહ્યા છે. અરવલ્લીના 20,000 જ્યારે મોડાસામાં 4100 ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. જોકે APMCમાં ખેડુતોને સારો ભાવ મળતો હોવાથી ટેકા ભાવના ખરીદ સેન્ટર પર ખેડુતો મગફળી વેચવા ઓછા આવી રહ્યા છે.