સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીમા કંપનીના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ખેડૂતોએ કરી કાર્યવાહીની માગ - સુરત કોંગ્રેસ
સુરત: કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં વીમા કંપનીએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આ આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જે આરોપને સચોટ ગણાવતા ખેડૂતોએ કાર્યવાહીની માગ કરી છે. જેમાં ખેડૂત અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, ખેડૂતો પહેલા પણ આ મામલે વીમા કંપનીઓ સામે ફરિયાદ કરી હતી. પરંતુ વીમા કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે વીમા કંપનીના મોટા ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યા છે. જે બિલકુલ સચોટ છે. રાજ્ય સરકાર જો ખેડૂતોના હિતની વાત કરતી હોય તો વીમા કંપની સામે કાર્યવાહી કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.