ગીર સોમનાથમાં વરસાદ વિહોણા ખેડૂતોની ઈશ્વર અને સરકાર પાસે મદદની આશ
ગીર સોમનાથઃ જિલ્લામાં વરસાદ ખેંચાટતા ધરતીપુત્રો ઉપર આભ ફાટ્યું છે. વાવેતર સુકાઈ રહ્યું છે, કૂવાઓમાં પાણી નથી. મગફળી જેવા પાકોને પિયત કર્યા બાદ તળાવના પાણી ઊંડા ઊતર્યાં છે, પરંતુ વરસાદ ન આવતા મોટા ભાગના પાકો નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી છે. આમ ભુતળના પાણી કે, વરસાદ વગર હાલ ખેડૂતપુત્રોની સ્થિતિ દયનીય બની રહી છે. હાલ તો ગીરસોમનાથના ખેડૂતો મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.