બનાસકાંઠામાં ખેડૂતો તીડના કહેરથી ત્રસ્ત, 10 જેટલા ગામ પ્રભાવિત - latest news of banaskantha
બનાસકાંઠાઃ જિલ્લામાં તીડના આંતકથી ખેડૂતો ત્રાસી ગયા છે. તીડનો કહેર હવે દાંતા તાલુકામાં પ્રવેશ્યો છે. જેનાથી આઠથી દસ જેટલા ગામ પ્રભાવિત થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોમાં ભારે ચિંતામાં જોવા મળી રહી છે. કારણ કે, તીડના વધતાં કહેરથી પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. જેનાથી ખેડૂતોને આર્થિક બોજા નીચે જીવવાનો વારો આવ્યો છે. જો કે, તીડ નામનું જોખમ અમીરઢના વીરમપુર તરફ ફંટાયું છે. ત્યારે ખેડૂતોએ આ સમસ્યાનું નિવારણ લાવવા માટે તંત્ર સામે માગ કરી રહ્યાં છે.