Soil lace cultureમાં ઓછા ખર્ચે આધુનિક ખેતી કરી વધુ ઉત્પાદન મેળવતા ખેડૂતો વિશે જાણો... - Horticulture Department Mehsana
બાગાયત વિભાગ મહેસાણાની પ્રેરણાથી જિલ્લામાં શાકભાજી ઉત્પાદન માટે વિજાપુર તાલુકાના માંઢી ગામે ધરું ઉત્પાદન માટે પ્લગ નર્સરી (mehsana farming plug nursery) વિકસાવવામાં આવી છે. જેમાં કોકોપીટ અને ટ્રેયની મદદથી ખૂબ ઓછા ખર્ચે સોઈલ લેસ કલ્ચરમાં (Soil lace culture) રોપાનું સારું ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. પ્લગ નર્સરીના કારણે ખેડૂતોને ખર્ચ અને ઉત્પાદન બન્નેમાં ફાયદો (farmers getting more produce) જોવા મળ્યો છે.