ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો કરી રહ્યા છે વાવણી - rain in Mangrol

By

Published : Jun 11, 2020, 3:43 PM IST

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખેતરમાં વાવણી શરૂ કરી છે. કહેવાય છે કે, અષાઢી બીજના રોજ વરસાદ થાય અને વાવણી થાય તો ખેડૂતો માટે શુકન ગણાઇ છે અને વર્ષ સારૂં રહેવાની આશા રાખે છે, ત્યારે આ વર્ષે અષાઢી બીજ બાદ જ વાવણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ વર્ષ સારૂં જશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં 70થી 80 ટકા ખેતીની જમીનમાં મગફળીનું વાવેતર થાય છે અને અહીનો મુખ્ય પાક મગફળી ગણાઇ રહ્યો છે. આ મગફળીનો પાક 90 દિવસમાં તૈયાર થતો હોઈ છે. ત્યારે ગુરુવારના રોજ માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ હોંસે હોંસે પોતાના ખેતરોમાં વાવણી કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details