ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાવન સલીલામાં નર્મદાના નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી - ભરૂચના તાજા સમાચાર

By

Published : Jun 20, 2020, 10:31 PM IST

ભરૂચ: ઉનાળાની કાળઝાળ ગરમી બાદ જૂન મહિનાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંકલેશ્વર પંથકના ભૂમિપુત્રોએ વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે. આ વિરામ દરમિયાન સમગ્ર જીવને તૃપ્ત કરનારી પાવન સલીલામાં નર્મદા નદી જગતના તાતની વ્હારે આવી છે. ઉપરવાસમાંથી પાણીની સારી આવકના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127 મીટરને પાર પહોચી છે, ત્યારે ડેમના ટરબાઈન શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક થઇ છે. ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નવા નીરની આવકના પગલે રેવા ફરીથી ખળખળ વહેતી થઇ છે, ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details