નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવતા સાવલીમાં ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસે વિરોધ કર્યો - Narmada news
વડોદરા : ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર છે ત્યારે જ કેનાલમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું છે. નર્મદાની કેનાલમાં દસ દિવસ પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે પાણી બંધ કરવામાં આવતાં સાવલીમાં ખેડૂત અને કોંગ્રેસે મળી શેરપુર કેનાલ પાસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટનો આરોપ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે સી પ્લેન સેવા શરૂ કરવાની હોવાથી ખેડૂતોનું પાણી બંધ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.