શરમ કરો સરકાર! ખેડૂત દિવસે જ દેવાના ભાર તળે જગતના તાતે કરી આત્મહત્યા... - બેન્કનું ધિરાણ
અમરેલીઃ બગસરા તાલુકાના હડાળા ગામમાં રહેતા ભાનુભાઇ બોરડે ખેતીના પાકનું 2.50 લાખનું ધિરાણ બેંકમાંથી લીધું હતું. પરંતુ અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ જતા ભાનુભાઈએ તેમના ઘરે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર બગસરા પંથકમાં શોકની મોજું ફરી વળ્યું છે. સમગ્ર ઘટના અંગે બગસરા પોલીસમાં આત્મહત્યા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા બગસરા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે
Last Updated : Dec 23, 2019, 10:08 PM IST