અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં તોલ-માપ સંદર્ભે ખેડૂતે વેપારી વિરૂદ્વ પોલીસ ફરીયાદ નોંધાવી - Marketing yard
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડના વેપારી વિરૂદ્વ ગેરકાદેશર રીતે વજનમાં કપાત બાબતે ખેડુત કાંતાભાઇ પટેલએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ કે, રૂષભ એન્ટરપ્રાઇઝના માલિક મુકેશભાઇ શાહે હરાજીમાં તેમની પાસેથી મગફળી ખરીદી હતી. જોકે નિયમ વિરૂદ્વ મગફળીમાં કોઇ કચરો ન હોવા છતા કુલ વજનમાંથી 65 કીલો ગ્રામ વજન કાપી નાણા ચુકવ્યા હતા. જે બાબતે બોલા ચાલી થતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું અને ફરીયાદી ખેડુતને વેપારીએ દુકાનમાંથી ધક્કો મારી બીભત્સ ગાળો બોલી કાઢી મુક્યા હોવાનો ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ટાઉન પોલીસે વેપારી વિરૂદ્વ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.