વડોદરાના વેજપૂર ગામના ખેત મજુરોએ વેતન ઓછું મળતા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું - low wages problems in vadoda
વડોદરાઃ જિલ્લાના વેજપુર ગામના ખેત મજુરો મજુરી કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી તેમને વેજપૂર ગામના ખેતર માલિકો મજુરી માટે બોલાવતા નથી. તદ્ઉપરાંત બીજા ગામના મજુરો બોલાવી મજુરી કરાવે છે. આ મજૂરોને 100થી 120 રૂપિયા સુધી મજુરી આપી સવારથી સાંજ સુધી મહેનત કરાવી શોષણ કરે છે. આ શોષણ અટકાવવા માટે આજે સવારે વેજપૂરથી ડેસર સેવાસદ સુધી મહિલા મજુરોએ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ખેત મજુરોની એક જ માગ છે કે, અમારી મજુરી સરકારી ધારા ધોરણ મુજબ આપવામાં આવે.