હિંમતનગરની મેડીસ્ટાર હૉસ્પિટલમાં દર્દીનું મોત, પરિવારજનોના ડોક્ટર પર આક્ષેપ - MediStar Hospital in Sabarkantha
સાબરકાંઠા: હિંમતનગરમાં આવેલી મેડીસ્ટાર હૉસ્પિટલમાં એક દર્દીનું મોત થયા બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ હૉસ્પિટલ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, દર્દીને પેટમાં દુઃખવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ દર્દીનું પથરીનું નિદાન થયું હતું. પણ આ નિદાનમાં હૉસ્પિટલની બેદરકારીના કારણે દર્દીની તબિયત સુધરવાને બદલે બગડી હતી. પરીણામે તેનું રવિવાર સવારે મોત થયું હતું. દર્દીનું સારવાર બાદ મોત થતાં રોષે ભરાયેલાં પરિવારજનોએ હૉસ્પિટલ પર હલ્લાબોલ કર્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.